જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકા દ્વારા સેવાભાવી કાર્યોની પ્રેરણાદાયક યાત્રા
દ્વારકા ખાતે કાર્યરત જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ સેવાકીય, ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય દ્વારકામાં વસતા જરૂરિયાતમંદ રઘુવંશી પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સહાય પૂરી પાડવાનું છે.
જરૂરિયાતમંદો માટે અવિરત “હેલ્થકેર યોજના”
ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી “હેલ્થકેર યોજના” સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત હાલમાં દ્વારકામાં વસતા ૩૦૦ રઘુવંશી પરિવારોને હેલ્થકેર બુકલેટો આપવામાં આવી છે.
યોજનામાં સમાવેશ થયેલા પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ટ્રસ્ટ દ્વારા નિમણૂક કરાયેલ ત્રણ ડોકટરોની પેનલ દ્વારા નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવે છે. આ પેનલમાં
ડો. વિ. જે. બથીયાસાહેબ
ડો. નીતિનભાઈ બારાઈસાહેબ
ડો. ઘવલભાઈ બથીયાસાહેબ
દ્વારા દર્દીઓને નિઃશુલ્ક તપાસ અને દવા માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ડોકટરો દ્વારા લખી આપવામાં આવેલી દવાઓ શ્રી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, ઉતમ ગેસ્ટ હાઉસ પાસે, દ્વારકા પરથી જય જલ્યાણ ટ્રસ્ટના ખાતે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ યોજના દ્વારા રઘુવંશી પરિવારોને વિશાળ રાહત મળી રહી છે.
ધાર્મિક કાર્યક્રમો દ્વારા સેવા માટે સંસાધન
હેલ્થકેર યોજના અવિરત ચાલુ રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકા ગૌશાળામાં તા. ૮/૧/૨૦૨૩ થી ૧૪/૧/૨૦૨૩ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ, સમૂહ જનોઈ, ન્યુરો થેરાપી તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
હરીદ્વાર ખાતે તા. ૧/૧૦/૨૦૨૩ થી ૭/૧૦/૨૦૨૩ દરમિયાન યોજાયેલ ભાગવત સપ્તાહમાં ૨૯૦ રઘુવંશી ભાઈ-બહેનો તથા માતાઓએ લાભ લીધો.
હાલમાં બનારસ ખાતે પાંચ દિવસીય મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૬૦ રઘુવંશી ભાઈ-બહેનો અને માતાઓ યાત્રામાં સામેલ થયા છે. આ યજ્ઞમાં હાર્દિકભાઈ કલ્યાણી ગોર તથા તેમની ટીમ દ્વારા હવન વિધિ કરવામાં આવી રહી છે.
આ તમામ ધાર્મિક ઉત્સવો દરમિયાન થતી બચતની સંપૂર્ણ રકમ દ્વારકાના રઘુવંશી પરિવારો માટે ચાલતી હેલ્થકેર યોજનામાં ખર્ચ કરવામાં આવે છે, જે ટ્રસ્ટની નિષ્ઠા અને પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ છે.
સમાજ માટે ડિજિટલ પહેલ
સને ૨૦૧૭માં ટ્રસ્ટ દ્વારા દ્વારકામાં વસતા રઘુવંશી પરિવારોની વસ્તી ગણતરી યાદી સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ખાનગી એજન્સી મારફતે તેની ચકાસણી કરી વેબસાઈટ તૈયાર કરવામાં આવી, જેમાં સમાજના સભ્યો પોતાના પરિવારના નામ ચકાસી શકે છે તેમજ નામ સુધારા, ઉમેરા કે કમી માટે સૂચન કરી શકે છે.
આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સહાય
ટ્રસ્ટ દ્વારા અગાઉ
સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. શ્રીમાયા ચોયલના બે કેમ્પ
બ્લડ ડોનેશન કેમ્પ (સર્વ સમાજના લાભાર્થે)
આયોજિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ભવિષ્યમાં
જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કિટ વિતરણ
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય
વિધવા માતા-બહેનોને સહાય
માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.
ભવિષ્યની યોજનાઓ
જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર સમયમાં
રઘુવંશી સમાજના સિનિયર સિટીઝન માટે યાત્રા પ્રવાસ
વધુ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો
આયોજિત કરવાની આયોજનબદ્ધ તૈયારી કરવામાં આવી રહી છે.
જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સમાજસેવા, આરોગ્ય સહાય અને આધ્યાત્મિક મૂલ્યોને એકસાથે આગળ વધારતું એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.
Videos