તાજેતરમાં દ્વારકા શારદા મઠ ખાતે આયોજિત ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિ કાર્યક્રમમાં વરવાળાના આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી. પી. મહેતા દ્વારા હિન્દી ભાષામાં સંકલિત કરાયેલ આરોગ્યલક્ષી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતી આ પહેલને ખુબ જ બિરદાવવામાં આવી હતી.
વિશેષ કરીને પ્રો.શ્રીનિવાસ વારખેડીજી કુલપતિશ્રી,કેન્દ્રિય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય (ભારત સરકાર શિક્ષણ મંત્રાલય) પ્રસ્તુત પત્રિકાનું રસપૂર્વક વાંચન કરતા દ્રશ્યમાન થયા હતા.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
પ્રો. સુકાન્ત સેનાપતિ – કુલપતિશ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય - વેરાવળ, ,
તથા નિરંજનભાઈ પટેલ – કુલપતિશ્રી સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય - – વલ્લભવિદ્યાનગર
વગેરે મહાનુભાવોને પણ આ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી.
સૌએ આ આરોગ્યલક્ષી જાગૃતિ અભિયાનને પ્રશંસનીય ગણાવી, સમાજમાં આયુર્વેદ તથા સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની શુભેચ્છા વ્યક્ત કરી.
ત્રિ-દિવસીય વૈદિક ચર્ચા અને સંવાદ
આયુર્વેદ આધારિત આરોગ્ય જાગૃતિ
રાષ્ટ્રીય સ્તરના શિક્ષણવિદો અને મહાનુભાવોની ઉપસ્થિતિ
હિન્દી ભાષામાં સરળ અને ઉપયોગી આરોગ્ય માર્ગદર્શન
આ પ્રસંગે આયુર્વેદ અને વૈદિક પરંપરાના સમન્વય સાથે આરોગ્ય વિષયક જાગૃતિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો, જે સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયો.
Website: https://gccdwarka.webtech365.in/