District: Devbhoomi Dwarka district
Population: 38,873 (2011)
દ્વારકા એ ઉત્તર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું એક પ્રાચીન શહેર છે. તે હિન્દુ તીર્થસ્થળ તરીકે ઓળખાય છે. પ્રાચીન દ્વારકાધીશ મંદિરમાં વિસ્તૃત રીતે બાંધેલું મુખ્ય મંદિર, કોતરવામાં આવેલ પ્રવેશદ્વાર અને ભગવાન કૃષ્ણની કાળા આરસની મૂર્તિ છે. દ્વારકા બીચ અને નજીકના દ્વારકા લાઇટહાઉસથી અરબી સમુદ્રનો નજારો જોવા મળે છે. દક્ષિણપૂર્વ, ગાગા વન્યજીવ અભયારણ્ય સ્થળાંતર કરનારા પક્ષીઓ અને ભારતીય વરુ જેવી ભયંકર પ્રજાતિઓનું રક્ષણ કરે છે.
દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. પાંચ માળ ધારવતા આ મંદિર ૭૨ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ – ૨,૨૦૦ વર્ષ જૂનું છે. ૧૫ મી – ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે, તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.
પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. આદિ શંકરાચાર્યે, ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ (નિજ મંદિર અથવા હરિગૃહ) અને અંતરાલ ધરાવે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે.
દ્વારકા ના જોવા લાયક સ્થળો – Places to visit near Dwarka Temple
દ્વારકાધીશ મંદિર, શારદા પીઠ,ગાયત્રી મંદિર, સનસેટ પોઇન્ટ ભડકેશ્વર મહાદેવ,ગીતા મંદિર,બેટ દ્વારકા, શિવરાજપુર બીચ,દ્વારકા બીચ,લાઇટ હાઉસ, રુકમણી દેવી મંદિર, ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી, ગોમતી ઘાટ, સુદામા સેતુ, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, ગોપી તલાવ, સ્વામિનારાયણ મંદિર, ઓખામઢી બીચ
દ્વારકાધીશને 52 (બાવન) ગજની ધજા કેમ ચઢે છે?
વિશ્વનાં તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ દ્વારકાધીશના મંદિર પર લાગે છે. બાવન ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય. આ બાવન ગજ નું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનો ટોટલ 52 થાય એટલે 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે.
ધ્વજા પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતીક ચિન્હો જોવા મળે છે. જેને ભગવાન શ્રીકૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે. તેમજ તેના અર્થ વિશે એવી માન્યતા છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રીકૃષ્ણની દ્વારકા નગરી તેમજ શ્રીકૃષ્ણ નું નામ રહેશે.
દ્વારિકાધીશ મંદિર ઉપર દરરોજ સવાર, બપોર, સાંજના સમયે – દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. શિખર પર ધજા ચડાવવાનો અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણો પાસે છે. દ્વારકાધીશ મંદિર ઉપરની ધજા ઘણા કિલોમીટર દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે. અહીંયા હવા કોઈપણ દિશામાંથી વહેતી હોય પરંતુ ધજા હંમેશા પશ્ચિમ થી પૂર્વ તરફ ફરકે છે. દરેક સમયે અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે.
બેટ દ્વારકા નો ઇતિહાસ
દ્વારકા મંદિર આવતા શ્રધ્ધાળુઓમાં એવી માન્યતા છે કે બેટ દ્વારકા ના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા અધુરી છે. પુરાણ અનુસાર બેટ દ્વારકા એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. જુના જમાનામાં લોકો પગપાળા યાત્રા દરમિયાન વધારે પૈસા સાથે નહોતા રાખતા. એ સમયે કોઈ વિશ્વાસુ અને વેપારી વ્યક્તિ પાસે પૈસા લખાવીને બીજા નગર જઈને હુંડી સ્વીકારવામાં આવતી.
કેટલાક લોકોએ નરસિંહ મહેતાની ગરીબીનું મજાક કરવા નરસિંહ મહેતા ના નામની હૂંડી લખાવી લીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ શ્યામલાલ શેઠનું સ્વરૂપ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડીને ભરી દીધી હતી.તેનાથી નરસિંહ મહેતાની નામના વધી ગઈ.
પુરાણ અનુસાર એવી માન્યતા છે કે સુદામાજી જ્યારે પોતાના મિત્રને મળવા માટે દ્વારકા આવ્યા ત્યારે એક નાની પોટલીમાં ચોખા લઈને આવ્યા હતા. આ ચોખા ને ખાઈને ભગવાને મિત્ર સુદામા ની ગરીબાઈ ને દૂર કરી હતી. માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે મંદિરમાં ચોખા દાન કરવાથી ભક્તોની ગરીબી દૂર થાય છે.
બેટ દ્વારકા જવા માટે દ્વારકાથી 35 કિલોમીટરનું અંતર કાપવું પડે છે જેમાં 30 કિલોમીટરનો રસ્તો છે જ્યારે 5 કિલોમીટરનો રસ્તો સમુદ્ર માર્ગે થી કાપવો પડે છે. એટલે કે સમુદ્રી માર્ગે બેટ દ્વારકા પહોંચાય છે.
તેના મંદિરો ઉપરાંત દ્વારકા બીચ માટે પણ લોકપ્રિય છે. દ્વારકા ની ઉત્તરે જ, શિવરાજપુર બીચ ને સલામતી અને સ્વચ્છતા માટે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના પાણીની અંદર રહેલા અવશેષો જોવા માંગતા લોકો માટે સ્કુબા ડાઇવિંગ એ સૌથી લોકપ્રિય પ્રવૃત્તિ છે. ગોમતી ઘાટ પાસે એક લાઇટહાઉસ પણ છે. તે સ્થાન જોવું આવશ્યક છે કારણ કે તે સૌથી પ્રાચીન લાઇટહાઉસમાંથી એક છે.
દ્વારકામાં ક્યાં રોકાવું – Where to live in Dwarka
દ્વારકામાં ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, હોટલો અને લક્ઝરી હોટલો સુધીના ઘણા રહેવા માટેના વિકલ્પોની જોગવાઈ છે. બધી હોટલો દ્વારકાધીશ મંદિરની નજીક આવેલી છે.
દ્વારકામાં જમવાની સુવિધા – Where to eat in Dwarka
દ્વારકામાં જમવાની સુવિધા ખુબજ સરસ છે. અહીંનું ભોજન ગુજરાતી રસોડુંની બધી ચીજોથી ભરેલું છે. દરેક પ્રવાસીઓમાં ખાસ ગુજરાતી થાળી ફેમસ છે.
દ્વારકાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય – Best time to visit Dwarka
દ્વારકાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી માર્ચનો છે જ્યારે નવેમ્બર થી ફેબ્રુઆરી માં ઠંડીનો અનુભવ થાય છે ત્યારે જ સૌથી વધુ ભીડ હોય છે.જો તમે ખાસ કરીને જન્માષ્ટમી ઉત્સવના ભવ્ય ઉત્સાહમાં ભાગ લેવા માંગતા હો, તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન નગરની મુલાકાત લેવી.
આ સમય દરમ્યાનમાં આખું શહેર જીવંત બને છે અને હજારો લોકો મંદિરની મુલાકાત લેવા અને મેળામાં ભાગ લેવા દ્વારકાની મુલાકાત કરે છે.આ ઉપરાંત હોળી, નવરાત્રી અને રથયાત્રા અન્ય ઉત્સવો છે જેનો ઉત્સાહથી દ્વારકામાં ઉજવણી કરવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિર મુલાકાત સમય – Dwarka Temple Timings
મંદિર મુલાકાત સમય સવારે 7 – 12.30 અને સાંજે 5 – 9 છે.
દ્વારકા કેવી રીતે પહોંચવું – How to reach Dwarka
દ્વારકા જામનગર થી 130 કિલોમીટર દૂર છે, દ્વારકા રાજકોટ થી 220 કિલોમીટર દૂર છે, દ્વારકા અમદાવાદ થી 430 કિલોમીટર દૂર છે.
લોકેશન : શ્રી દ્વારકાધીશ ટેમ્પલ, દ્વારકા, ગુજરાત – 361335
FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Dwarka Temple]
Q. દ્વારકાથી સોમનાથ કેટલું દૂર છે?
Ans: દ્વારકાથી સોમનાથ 236 KM દૂર છે.
Q. દ્વારકાધીશને 52 (બાવન) ગજની ધજા કેમ ચઢે છે?
Ans: બાવન ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય. આ બાવન ગજ નું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનો ટોટલ 52 થાય એટલે 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે.
Q. દ્વારકાથી શિવરાજપુર બીચ કેટલું દૂર છે?
Ans: દ્વારકાથી શિવરાજપુર બીચ 15 KM દૂર છે.
Q. દ્વારકા નજીક કયુ એરપોર્ટ આવેલું છે?
Ans: દ્વારકાથી જામનગર એરપોર્ટ 125 KM દૂર છે.
Q. દ્વારકા ની મુલાકાત માટે માટે કેટલા દિવસો પૂરતા છે?
Ans: દ્વારકા ની મુલાકાત માટે 1 અથવા 2 દિવસ પૂરતા છે.
Q. શું દ્વારકા મંદિરમાં મોબાઇલની મંજૂરી છે?
Ans: તમને દ્વારકા મંદિરની અંદર આવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી. મંદિરની બહાર કેમેરા અને મોબાઇલ ફોન સહિત અન્ય સમાન જમા કરાવવા માટે યોગ્ય સ્થાન છે.