વાચ્છરા દાદા મંદીર – વસઇ

કુળદેવ શ્રી વાચછરાડાડા, કુલગોત્ર હૈહય
ગોકાણી ગાંધી ઠકરાર પરીવાર નું દેવસ્થાન વાચ્છરા દાદા નું મંદીર ગામ – વસઇ તાલુકો – દ્વારકા જીલ્લો દેવભૂમી દ્વારકા – ગુજરાત માં આવેલુ છે. જયા આસ્થા અને શ્રધ્ધાથી પરીવારના લોકો દર્શન નો લાભ લે છે. દર વર્ષે નવરાત્રી પુર્ણ થયા બાદ આવતા રવિવાર ના દિવસે હવન મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ – વિદેશ થી (માડાગાસ્કર , મુંબઇ , અમદાવાદ, ધોરાજી, પોરબંદર, દ્વારકા, ઓખા, મીઠાપુર કલ્યાણ પુર, રાજકોટ, તેમજ અન્ય શહેરોમાંથી પરીવારના પ૦૦૦ (પાંચ હજાર થી) વધુ લોકો હવન મેળામાં જોડાય છે. અને પ્રસાદીનો લાભ લે છે.

“આપણે સૌ દેવ થકી ઉજળા” એ એક સત્યને અનુસરી આપણે દર વર્ષે ગોકાણી/ગાંધી/ઠકકરાર પરિવાર ના દેવસ્થાન શ્રી વાચ્છરાડાડા ના સ્થાનક વસઇ(દ્વારકા) મુકામે સૌ ગોઠીઓની હાજરીમાં સ્નેહ, શ્રધ્ધા અને ભક્તિ ભાવપૂર્વક હવન મેળાનું અતુટ છેલલા ૪૫ વર્ષ થી આયોજન થઇ રહયું છે. આવતા વર્ષે એટલે કે ૪૭ મું વર્ષ તા. ૦૫/૧૦/૨૦૨૫ રવિવાર ના રોજ હવન ઉજવવાનું આયોજન કરેલ છે. જેમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.
:: નમ્ર નિવેદન ::
- શ્રી વાચ્છરાડાડ સ્થાનક વસઇ, પરિવાર ના સભ્યો ડાડાના સ્થાનકે જ નિવેધ કરી ધરાવી શકે તે હેતુ અર્થે પરિવાર દ્વારા ગેસના ચુલા જરૂરી ઠામ વાસણ, ગેસના બોટલની વ્યવસ્થા રાખેલ છે તેમજ ત્યાં સાર સંભાળ માટે મહારાજ પણ રાખેલ હોય, પાણીની સુવિધા રાખેલ હોય તો ત્યાંજ નિવેધ કરી ડાડાને, માતાજીને ધરાવા નમ્ર વિનંતી છે.
- ગોકાણી / ગાંધી પરિવારના સભ્યોને ગંભીર બીમારી / માંદગી ને કારણે મેડીકલ ખર્ચ કરવામાં મુશ્કેલી હોય તો દ્વારાકા ખાતે ગોકાણી/ગાંધી પરિવારના વ્યવસ્થાપક સમિતિનો સંપર્ક કરવા વિનંતી જેથી યોગ્યતાના ધોરણે યથાયોગ્ય મેડીકલ સહાય કરી શકાય. પરિવારના સારા રચનાત્મક અભિગમને શાકાર કરવા સૌનો સહયોગનો સથવારો પણ આવશ્યક છે.

સંપર્ક
શ્રી કમલભાઇ ઝવેરભાઇ ગોકાણી – મો. ૯૪૨૬૯૫૫૪૦૫
શ્રી અશ્વિનભાઇ સી. ગોકાણી – મો. ૯૮૭૯૧૭૭૧૪૦
શ્રી બિપીનભાઇ આર. ગોકાણી – મો. ૯૪૨૯૯૦૫૧૦૯
ગોકાણી / ગાંધી પરિવાર ના બેંક ખાતા માં સહયોગ ની રકમ સીધી જમા કરાવવી
આપ પણ પરિવારના રચનાત્મક અભિગમમાં ભાગીદાર બની શકો છો.
બેંક ખાતાનું નામ – ગોકાણી / ગાંધી પરિવાર
બેંક નું નામ – બેંક ઓફ બરોડા, દ્વારકા
ખાતા નં – 03690100006869
આઇએફસી કોડ – BARB0DWARKA
બહારગામથી પધારતા પરીવારના સદસ્યો ને તેમના નામ સરનામા
મોબાઇલ નંબરની વિગત નીચેના ફોર્મ માં ભરી અપડેટ કરાવી શકે છે.
જેથી હવન મેળાની કંકોત્રી સમયસર મોકલી શકાય.
ગોકાણી ગાંધી ઠકરાર પરીવાર ના સદસ્ય માટે વોટસ એપ ગ્રુપની લીંક
વાચ્છરા દાદા ના લાઇવ દર્શન જોવા માટે એપ્લીકેશન લીંક
DMSS એપ્લિકેશન ડાઉનલોડ કરીને નીચે આપેલા ક્યુ આર કોડ તેમાં સ્કેન કરો
